કાંકરેજ તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે રોડ થરા શિહોરી ઉપર હાઇવે ઓથોરિટી ની બેદરકારીનો ભોગ બન્યો એક કાર ચાલક. ઠેર ઠેર પડેલા મસ મોટા પ્રમાણમાં ખાડા ને લઈ અવાર નવાર થતા વાહનચાલકોને અકસ્માતો સર્જાતા પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ક્યાંક મોટા પ્રમાણમાં વાહનો ને નુકશાન થયું છે.
ત્યારે થરા શિહોરી હાઈવે રોડ ઉપર આવેલ દુંગ્રસાસણ ની ગોળાઈ આગળ એક કાર ડીવાઈડર પર ચડી જતાં જીવ અધ્ધર થઈ ગયા હતા અને આજુબાજુ ના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે બપોર બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કાર ને ડીવાઈડર પરથી બહાર કાઢવા માટે ક્રેન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં કોઈ પણ પ્રકારના બેરેક કે કોઈ પણ પ્રકારની સુવિધા વગર કાર ને ડીવાઈડર પરથી બહાર કાઢવા માટે ક્રેન વડે કામગીરી હાથ ધરી હતી.
જોકે આવા સંજોગોમાં વાહનો ની અવર જવરના કારણે મોટો અકસ્માત નો ભય રહે છે ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટી ની ઘોર બેદરકારી સામે આવી હતી. ત્યારે હવે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે અને ખાડા પૂરવામાં કયારે આવશે એ વાત લોકોના મનમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.
- દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા યોજાઇ રાત્રીસભા