કાંકરેજ તાલુકાના કંબોઇ ચોકડી પાસે જાનમાં જતા હતા ત્યારે બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં 108 દ્વારા શિહોરી સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.
અકસ્માતમાં ભોગ બનનાર કાંકરેજ ના ડુંગરાસણનો રાહુલ પોપટજી ઠાકોર ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યો.