Bangladesh
બાંગ્લાદેશ (Bangladesh)ની રાજધાની ઢાકાની બહારના વિસ્તારમાં એક મસ્જિદમાં લગાવેલા એસીમાં બ્લાસ્ટ થયો હતો. અહીં એક પછી એક 6 એસી ફાટ્યા અને આખી મસ્જિદમાં આગ લાગી ગઇ હતી. જ્યારે મસ્જિદમાં આગ લાગી ત્યારે અહીં લોકો નમાજ પઢી રહ્યા હતા. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક 7 વર્ષનું બાળક પણ સામેલ છે.
આ પણ જુઓ : પાટણ : C.R. Patil ટિકિટ વગર રાણકી વાવ નિહાળી, તેના પૈસા ચૂકવવા CMને પત્ર…
ઘટનામાં 20 લોકો બળી ગયા. તેમની ઢાકાની શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. પાઇપલાઇનમાંથી ગેસ લીક થતા એક નાનકડો સ્પાર્ક થયા બાદ આગ લાગી. ત્યારબાદ મસ્જિદના ગ્રાઉન્ડ ફલોરમાં લાગેલા એસીમાં બ્લાસ્ટ થયો અને ગણતરીની મિનિટોમાં જ મસ્જિદના ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગી તેમ કહેવામાં આવી રહ્યું છે.
આ પણ જુઓ : કંગનાની ઓપન ચેલેન્જ : 9 સપ્ટેમ્બરે આવી રહી છું મુંબઇ…
તાજેતરમાં જ મસ્જિદના મેનેજમેન્ટે પાઇપલાઇનમાંથી ગેસ લીકેજની ફરિયાદ ગેસ કંપનીમાં નોંધાઇ હતી. બાંગ્લાદેશ પોલીસ આ કેસની તપાસ કરી રહ્યું છે. ઉપરાંત ગેસ સપ્લાય કરનાર કંપનીએ પણ અલગ તપાસ શરૂ કરી દીધી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.