bank holiday

2022ના વર્ષનું આગમન થઈ ગયું છે. વર્ષના પહેલા મહિનામાં જો રજાઓની યાદી (Holiday Calendar) તપાસીએ તો તે ખૂબ મોટી છે. 31 દિવસ દરમિયાન ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો આશરે 16 દિવસ સુધી બંધ રહેશે.

જોકે, આ રજાઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. આ જ મહિનામાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ (Republic Day Holiday) આવી રહ્યો છે. તો 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર (Makar Sankranti) પણ આવી રહ્યો છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India) તરફથી 2022ના વર્ષનું બેંક હોલિડે કેલેન્ડર (Bank holiday calendar January 2022) જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના આધારે અમે તમારા માટે આખા મહિનામાં આવતી રજાઓની એક યાદી તૈયાર કરી છે. આ યાદીમાં તમે જોઈ શકશો કે કયા કયા દિવસોએ બેંકો બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે RBIની યાદીમાં અમુક એવી રજા પણ છે જે અમુક વિસ્તાર કે રાજ્યને લાગૂ પડે છે. બેંક કલેન્ડર પ્રમાણે અલગ અલગ રાજ્યમાં રજા અલગ અલગ દિવસે હોય છે. એટલે કે એવું બની શકે કે એક રાજ્યમાં કોઈ દિવસે બેંકમાં રજા હોય તો અન્ય રાજ્યમાં બેંકોનું કામકાજ ચાલુ હોય.

જાન્યુઆરી 2021માં આવતી બેંક રજા: (Bank Holidays in January 2022)

January 1: નવું વર્ષ- ઐઝવાલ, ચેન્નાઈ, ગંગટોક અને શિલોંગ

January 3: નવા વર્ષની ઉજવણી/લોસૂંગ-ઐઝવાલ અને ગંગટોક

January 4: લોસૂંગ- ગંગટોક

January 11: મિશનરી ડે- ઐઝવાલ

January 12: સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ- કોલકાતા

January 14: મકર સંક્રાંતિ/પોંગલ- અમદાવાદ, ચેન્નાઈ

January 15: ઉત્તરાયણ/મકર સંક્રાંતિ/પોંગલ/સંક્રાતિ- બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ

January 18: થાઈ પૂસમ: ચેન્નાઈ

January 26: પ્રજાસત્તાક દિવસ- ઇમ્ફાલ, જયપુર, શ્રીનગર, ભોપાલ, ભૂવનેશ્વર, ચંદીગઢ અને અગરતલાને બાદ કરતા આખા દેશમાં.

ઉપરની રજા સિવાય બેંકો દર રવિવારે આખા દેશમાં બંધ રહે છે. આ ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકોનું કામકાજ બંધ રહે છે.

શનિવાર અને રવિવારની રજા:

January 2: રવિવાર

January 8: મહિનાનો બીજો શનિવાર

January 9: રવિવાર

January 16: રવિવાર

January 22: મહિનાનો ચોથો શનિવાર

January 23: રવિવાર

January 30: રવિવાર

RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ તપાસી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024