IPL 2020
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત ટૂંક સમયમાં જ થવાની છે. આઇપીએલ શરુ થાય પહેલાજ ફ્રેન્ચાઈઝી ટીમ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીનો સૌથી વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોય ઈજાગ્રસ્ત થયો છે. ઈંગ્લેન્ડનો ઓપનર બેસ્ટમેન જેસન રોયના સ્નાયુઓ ખેંચાવાના કારણે આ સંપૂર્ણ આઇપીએલ સીઝનથી બહાર રહેશે.
જેસન રોય ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન ટી20 ઇન્ટરનેશનલ સીરીઝમાં પણ ટીમનો ભાગ નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 દિલ્હી કેપિટલ્સે રોયની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિયલ સેમ્સ (Daniel Sams)ને ટીમમાં સામેલ કર્યો છે. બેટ્સમેનની જગ્યાએ એક ફાસ્ટ બોલરને ટીમમાં લેવો દિલ્હીનો આ નિર્ણય સમજણથી બહાર છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.