bbott

શમિતા શેટ્ટી અને રાકેશ બાપતની વાત કરીએ તો તેઓ ઘરમાં સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ્સમાંથી છે. બંને એકબીજા સાથે ખાસ્સા ભળી ગયા છે અને ફેન્સને પણ લાગે છે કે તેમનું કનેક્શન દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યું છે. રાકેશ ઘણીવાર શમિતા પર કિસ અને હગનો વરસાદ કરતો રહે છે અને ફેન્સને લાગે છે કે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. બિગ બોસ ઓટીટીના લેટેસ્ટ ઓપિસોડમાં શમિતા તે વાતની કબૂલાત કરતી જોવા મળી કે તેને રાકેશ ગમે છે. જો કે, એક વાત એવી છે જે તેને રાકેશ સાથે આગળ વધવામાં રોકી રહી છે.

હાલના જ એક એપિસોડમાં, રાકેશ બાપત અને શમિતા શેટ્ટી વચ્ચે થોડી દલીલ થઈ હતી. રાકેશના ખીસામાંથી દિવ્યાની લિપ બામ નીકળતા એક્ટ્રેસ નારાજ થઈ હતી. નેહા ભસીન સાથે વાત કરતાં, શમિતાએ કહ્યું હતું કે જ્યારે તે કોઈને પસંદ કરે છે ત્યારે તે તેના પ્રત્યે પઝેસિવ થઈ જાય છે. તેણે તેમ પણ ઉમેર્યું હતુ કે, તેને દિવ્યા પ્રત્યે ઈર્ષ્યા નથી પરંતુ તે તેને ગમતી નથી.

બાદમાં પોતાના બચાવમાં રાકેશે કહ્યું હતું કે, તેના લિપ્સ ડ્રાય થઈ ગયા હતા અને દિવ્યા તે સમયે ત્યાં હતી તેથી તેણે લિપ બામ માગી હતી. વાતચીત દરમિયાન, રાકેશે પોતાની લાગણીની કબૂલાત કરી હતી અને શમિતાને પણ તેમની વચ્ચે કંઈ થઈ શકે છે કે કેમ તે પૂછ્યું હતું. જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે, તે બહાર જઈને જોશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024