Dahlia Sky

31 વર્ષની પોર્ન સ્ટાર સ્કાયની (Dahlia Sky) લાશ કારમાં મળી હતી અને તેના શરીર પર ગોળી વાગ્યાના નિશાન હતા. ડાહલિયા ફોર્ડ સ્ટેજ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી અને ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ હતી.

એડલ્ટ વિડીયો ન્યૂઝ મુજબ, સ્કાયે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. સ્થાનિક મીડિયા આઉટલેટ સાથે વાત કરતા એલએપીડી જાસૂસ ડેવ પેટેકે કહ્યું કે, તપાસ આત્મહત્યાના એંગલથી થઈ રહી છે. એવો કોઈ પુરાવો નથી મળ્યો કે તેની હત્યા થઈ હોવાનું કે તેની સાથે કંઈક ખોટું થયાનું કહી શકાય.

એડલ્ટ ફિલ્મ મેકર્સ હંસે પોર્ન સ્ટારને યાદ કરતા કહ્યું કે, ‘બીમારી દરમિયાન મે તેની સાથે ઘણી વખત વાત કરી, એ તેના માટે સરળ ન હતું. ડાહલિયા સ્કાય સુંદર આત્મા, મજાકિયા સ્વભાવની અને ઉષ્માપૂર્ણ દોસ્ત હતી. હું તેને ઘણો યાદ કરી રહ્યો છું.’

સ્કાયે પોતાની ફિલ્મી કરિયર 2010માં શરૂ કરી હતી. તેનું મૂળ નામ બેલી બ્લૂ હતું. ચાર વર્ષ પછી તેણે પોતાનું નામ બદલી ડાહલિયા સ્કાય રાખી લીધું. માનવામાં આવી રહ્યું છે કે, સ્કાય ઘણા વર્ષોથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના સંઘર્ષો વિશે પણ જણાવ્યું હતું.

પોતાના કરિયર દરમિયાન ડાહલિયા સ્કાયે ગત એક દાયકામાં 600થી વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું હું. તેને ફીમેલ પરફોર્મન્સ ઓફ ધ યરનો એવોર્ડ પણ અપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024