Traffic jam
આજે ફરી એકવાર ભરૂચ નજીક ટ્રાફિકજામ (Traffic jam) ની સ્થિતિ ઊભી થઈ હતી. એક બે કિલોમીટર નહીં પરંતુ અહીં 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. બીસ્માર હાઇવે પર આ ટ્રાફિકજામ દરમિયાન ઇમરજન્સી કામ માટે નીકળેલા અનેક લોકો અટવાયા હતા.
મળતી માહિતી પ્રમાણે વરસાદને કારણે હાઇવે પર ઠેરઠેર ખાડા પડી ગયા હોવાથી અહીં ઘણી વાર ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થાય છે. તો સવારથી જ નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચથી ઝંઘાર સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. સરદાર બ્રિજ પર મોટા ખાડા પડી ગયા હોવાથી આ ટ્રાફિક જામ (Traffic jam) થયો હતો. વાહનચાલકો કલાકો સુધી રસ્તા વચ્ચે જ અટવાયા હતા.
રસ્તા પર ટ્રાફિકજામને કારણે ટ્રક સહિતના વાહનોની લાંબી લાઇનો લાગી હતી. તો અનેક લોકોએ બળાપો કાઢતા કહ્યુ કે, તેઓ કલાકોથી રસ્તા પર જ વાહન લઈને ઊભા છે. ઓર્ડરની ડિલિવરી કરવાની હોવાથી તેમને માલિકો તરફથી સતત ફોન આવી રહ્યા છે. આ ઉપરાંત ટ્રક ડ્રાઇવરોએ ટ્રાફિકજામમાં ફસાયા હોવાથી ખાવા અને પીવા માટે પણ કંઈ ન હોવાની ફરિયાદો કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.