Patan : પાટણ જીલ્લામાં સમરસતાનો ઉડ્યો છેદ ઉડયો હોવાનું સામે આવ્યું છે અનુસૂચિત સમાજના લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. સિદ્ધપુર તાલુકાના ગામોનાં અનુસૂચિત સમાજનાં 70 થી 80 લોકોએ હિન્દુ ધર્મથી નાતો તોડ્યો હતો જેના પગલે હિન્દૂ સમાજ માં ભારે ચકચાર મચી જવા પામી હતી.
સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના વિધાનસભા મતવિસ્તારમાં ધર્મ પરિવર્તન ની મોટી ઘટના સામે આવી છે. સિદ્ધપુર તાલુકાનાં સહેંસા, વાઘણાં, કાકોસી, મેતરાણા અને સેદરાણા ગામનાં લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું. નોંધનીય છે કે આ ગામોમાં આજ દિન સુધી અનુસૂચિત સમાજનો વરઘોડો ચડ્યો ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે
ધર્મ પરિવર્તન ને લઇ વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે સમાનતાનો હક બૌદ્ધ ધર્મમાં મળતો હોય અપનાવ્યો છે બૌદ્ધ ધર્મ. દેશમાં એક બાજુ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત છે જ્યારે બીજી બાજુ હિન્દુ સમાજમાંજ સમાનતાની માંગ સાથે લોકો હિન્દુ ધર્મ છોડી રહ્યા છે અને આજરોજ કલેકટર કચેરી ખાતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર 80 લોકો ને નિવેદન આપવા બોલાવવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું