Bigg Boss 14
કોરોના વાયરસના કારણે હજી સુધી ટીવીનો સૌથી પોપ્યુલર રિયાલિટી શો Bigg Boss 14 શરૂ નથી કરી શકાયો. પરંતુ સલમાન ખાન આ શોનો પ્રોમો જાહેર કર્યો છે. પ્રોમો પછી એક પછી એક સેલેબ્સ આ શોમાં ભાગ લેશે તેમના નામ બહાર આવી રહ્યા છે. બિગ બૉસ 14માં કુલ 16 લોકો ઘરમાં એન્ટ્રી લેશે. જેમાંથી 14 સેલેબ્રિટી હશે. જે આ વર્ષે આ શો અંતર્ગત ઘરમાં લોક થશે.
તમને જણાવાનું કે, ખબર આવી રહી છે કે આ Bigg Boss 14 શોમાં વિવાદિત રહેલી સુખવિંદર કૌર ઉર્ફ રાધે માં (Radhe Maa) કંટેસ્ટેંટ તરીકે ભાગ લેશે. જો કે ચેનલ કે મેકર્સ તરફથી આ મામલે કોઇ અધિકૃત જાહેરાત નથી કરી.
રાધે માં પોતાના અજીબ કપડાં અને બોલવાના ખાસ અંદાજના કારણે તે લોકોની નજરોમાં આવવા લાગી. લોકોની સમસ્યા દૂર કરનાર રાધે માં અનેક વાર વિવાદોમાં પડી ચૂકી છે. જો કે, લોકોએ આઇ લવ યૂ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ બોલનાર સુખવિંદર મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે.
આ સિવાય બિગ બોસ 14 માં ટીવી એક્ટ્રેસ જૈસ્મિન ભસિન, નિયા શર્મા અને નૈના સિંહ પણ નજર આવશે. સાથે જ અનુ મલિક અને આમીર અલી પણ શોનો ભાગ બનશે. શોમાં હાલ રિપેરિંગ ચાલી રહી છે. 4 ઓક્ટોબરે બિગ બૉસના શોનું ગ્રાન્ડ પ્રીમિયર થશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.