6 September
બિહારમાં ચાલી રહેલા કોરોના સંકટની વચ્ચે સરકારે 6 સપ્ટેમ્બર (6 September) સુધી લૉકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સોમવારે બિહાર સરકારના ક્રાઇસિસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ બાદ આ નિર્ણય લેવાયો. રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન લાગુ રહેશે. તથા આ વખતે પણ ધાર્મિક સ્થળો બંધ રહેશે.
આ પહેલા 16 ઑગષ્ટ સુધી લોકડાઉનનો સમય વધારવામાં આવ્યો હતો. બિહારમાં એક લાખથી વધારે કોરોના કેસ સામે આવ્યા છે, જેમાં 461 લોકોના મોત થઈ ચુક્યા છે. અત્યાર સુધી 72 હજારથી વધારે કોરોના દર્દીઓ ઠીક થઈ ચુક્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 31 હજારથી વધારે છે. કોરોનાના વધતા કેસને જોતા સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતુ. જોકે લોકડાઉનમાં થોડીક ઢીલ આપવામાં આવી છે.
6 સપ્ટેમ્બર (6 September) સુધી બિહારમાં કેટલીક શરતોની સાથે દુકાન અને બજાર ખોલવામાં આવશે. બજારને ખુલવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હશે. ગૃહ વિભાગે લૉકડાઉન સંબંધિત આદેશ જાહેર કરી દીધા છે. પહેલાની જેમ આ વખતે પણ લૉકડાઉનમાં શોપિંગ મૉલથી લઈને ધાર્મિક સ્થળો પણ નહીં ખુલે. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ ચાલું રહેશે.
પ્રદેશમાં શૉપિંગ મૉલ, ધર્મ સ્થળ અત્યારે નથી ખુલ્યા. રેસ્ટોરન્ટને ફક્ત હૉમ ડિલીવરીની પરવાનગી હશે. સરકારી-ખાનગી ઑફિસમાં ફક્ત 50 ટકા કર્મચારીઓને આવવાની પરવાનગી હશે. ઇમરજન્સી સેવાઓ ચાલું રહેશે. દુકાનોને જિલ્લા વહીવટીતંત્ર જાહેર રોસ્ટર પ્રમાણે ખોલવાની પરવાનગી હશે. કંટ્રક્શનથી જોડાયેલી તમામ ગતિવિધિઓ ચાલું રહેશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.