Notice

Notice

સુરતના સ્ટેશન વિસ્તારમાં પ્રિયંકા સીટી ગોલ્ડમાં રહેતી રાધિકા મિસ્ત્રી પતિથી અલગ સંતાન સાથે રહે છે. રાધિકા પૂંઠાનું છૂટક કામ કરી પોતાના પરિવારજનો નું ગુજરાન ચલાવે છે. ત્રણ મહિના પહેલા જીએસટી વિભાગ દ્વારા તેને રૂપિયા 1.50 કરોડનો જીએસટી ભરવા માટે નોટિસ (Notice) આપવામાં આવી હતી. 

આ દોઢ કરોડની નોટિસ મળતા જ રાધિકા ચોકી ઉઠી હતી. ત્યારબાદમાં રાધિકા આ નોટિસ માટે જીએસટી ઓફિસે ગઈ હતી. ત્યાં જીએસટી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે તમારે ટેક્ષ ભરવો પડશે ,તમારા નામે ટેક્સ બાકી બોલે છે .ઘરની લે-વેચનો બિઝનેસ તમારા બેંક એકાઉન્ટમાં થયો છે તેથી દોઢ કરોડનો ટેક્સ ચૂકવવો પડશે.

આ પણ જુઓ : નિકિતા તોમરની હત્યાના વિરોધમાં લોકોનો પોલીસ પર પથ્થરમારો

જો કે મહિલાએ પહેલે થી છેલ્લે સુધી એક જ વાત કહી રહી છે કે તેની પાસે દોઢ લાખ રૂપિયા નથી તો દોઢ કરોડ ક્યાંથી ચૂકવશે. પરંતુ ત્યાં તેની કોઈ પણ વાતને સાંભળવામાં આવી ન હતી. રાધિકા આ નોટિસથી મામલે છેલ્લા ત્રણ મહિનાથી જીએસટી વિભાગના ધક્કા ખાઈ રહી છે પરંતુ કોઇ પણ અધિકારી દ્વારા તેની વાત સાંભળવામાં આવી નથી.

 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024