ચાણસ્મા મહેસાણા હાઈવે પર ઈકોની ટક્કરથી બાઇક ચાલકનું મોત

Rajasthan

Chanasma Mehsana Highway

ચાણસ્મા મહેસાણા હાઈવે (Chanasma Mehsana Highway) પર ખારાધરવા દાંત કરોડી ગામના પાટિયા પાસે ઇકકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સુણસર ગામ ના બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ બાબતે કાર ચાલાક સામે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.

શનિવારે 9:30ના અરસામાં ચાણસ્મા તાલુકાના સુણસર ગામના ભગાજી વિહાજી ઝાલા ના ભત્રીજા સેધુભા ચાણસ્મા મહેસાણા હાઈવે પર ખારાધરવા દાંતકરોડી પાટીયા પાસેથી તેમનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઇકો ગાડીએ બાઈકને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. જેથી શરીર પર ગંભીર ઈજાઓથઇ હતી.

આ પણ જુઓ : ભારત-બાંગ્લા દેશ વચ્ચે ટ્રેન સેવા શરૂ થશે, 17મીએ ઉદ્ઘાટન કરશે

અકસ્માતમાં તેમનું મોત નિપજયું હતું. ભગાજી ઝાલાએ ચાણસ્મા પોલીસ મથકે સુણસર ગામના ઇકો ગાડી ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here