India and Bangladesh

India and Bangladesh

ભારત અને બાંગ્લા દેશ (India and Bangladesh) વચ્ચે ફરી ટ્રેન સેવા શરૂ થશે. આ ટ્રેન હલ્દીબાડી અને બાંગ્લા દેશના ચીલહટી સુધી દોડશે. 17મી ડિસેંબરે બંને દેસના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીના આ ટ્રેન સેવાનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે.

1965માં ભારત અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ટ્રેન સેવા બંધ થઇ હતી. આ ટ્રેન કૂચબિહારમાં આવેલા હલ્દીબાડી અને હાલના બાંગ્લા દેશના ચિલહટી સુધી દોડતી હતી. કટિહાર રેલવે સ્ટેશનના અધિકારીએ કહ્યું કે અમને ગૂરૂવારે વિદેશ ખાતાએ આ ટ્રેન સેવા શરૂ થઇ રહ્યાની જાણ કરી હતી.

આ પણ જુઓ : અમદાવાદમાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો

નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુભાનન ચંદ્રાએ મિડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે 17 ડિસેંબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લા દેશના વ઼ડા પ્રધાન શેખ હસીના આ રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.