ધાનેરા ભાજપ આગેવાન અને ડીસા APMCના ચેરમેન નું નિવેદન. બનાસ બેંક ના ચેરમેનના સત્કાર સમારંભમાં માવજીભાઈ દેસાઈ એ આપ્યું નિવેદન. ભાજપ ને ભાજપ ના જ કાર્યકર્તા હરાવે છે બાકી ભાજપ ન હારે.
માવજીભાઈ ના નિવેદનના પરિણામે ભાજપ માં આંતરિક ગણગણાટ. જિલ્લા અને તાલુકાના અનેક આગેવાન ની હાજરી માં સ્ટેજ પરથી આપ્યું નિવેદન. સતત પક્ષ માટે કામ કરતા કાર્યકરો માં નિવેદન નિરાશાજનક.
ધાનેરામાં 2017 માં ભાજપ ઉમેદવાર તરીકે માવજી દેસાઈ નજીવા મત થી હાર્યા હતા. 2022 ની વિધાનસભા ચૂંટણી લડવા માવજીભાઈ દેસાઈ ધાનેરા પર ફરી રાખી રહ્યા છે નજર. નિવેદન કાર્યકરોને અનુલક્ષી ને કહ્યું પણ ઈશારો કઈક અલગ જ હોવાનું તારણ.