MLA

ગુજરાત ભાજપના સુરતના ધારાસભ્ય (MLA) હર્ષ સંઘવી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સંઘવીએ ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. જે બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે તેમના ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે. MLA સંઘવીની ટ્વિટને રી ટ્વિટ કરી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લખ્યુ, તમને ઝડપથી રિકવરીની શુભેચ્છા. જલ્દી સાજા થાઓ.

હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યુ, આજે મે કોવિડ -19 પરીક્ષણ કરાવ્યું અને તે સકારાત્મક આવ્યું છે. મેં હોસ્પિટલમાં દાખલ થવાનું પસંદ કર્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં જેઓ મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓને જાતે પરીક્ષણ કરવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપું છું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024