Surat

Blast in Surat

વિશ્વમાં હાલમાં ઘણી બધી જગ્યાએ બ્લાસ્ટ થવાની ઘટનાઓ બની રહી છે. તેવામાં સુરત (Blast in Surat)માં પણ બ્લાસ્ટ થવાની એક ઘટના બની છે. સુરતના ઉઘના રોડ નંબર 9 પર આવેલા ઓક્સિજન બોટલના ગોડાઉનમાં એકાએક બલાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની ઘટના બનવાથી સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતો. એટલું જ નહિ બ્લાસ્ટમાં એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ તેમજ ચાર કામદારોને ગંભીર ઇર્જા પહોંચી હતી.

Blast in Surat

આ ઘટના સુરત (Blast in Surat)ના ઉઘના રોડ નંબર 9 પર આવેલા પેરિસ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર ઓક્સિજન સપ્લાયના ગોડાઉનમાં થઇ હતી. ગોડાઉનમાં ઓકિસજન બોટલમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી.

આ પણ જુઓ : independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે

આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10 થી વધુ ગાડી અને ઉઘના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરની ટીમ દ્વારા બીજા માળ પર ફસાયેલા 15 જેટલા લોકોને રેસ્કયુ ઓપરેશનથી સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ જ્યારે ઓકિસજન ગોડાઉનમા તપાસ કરવામાં આવી ત્યારે એક કામદાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઉપરાંત ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે આસપાસની દુકાનો ની દિવાલ પણ તોડી નાખી હતી. ફાયરના જવાનોએ ગોડાઉનમાંથી ઓકિસજનની બોટલો પણ બહાર કાઢી હતી.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024