Heavy Rain

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે. રાજ્યની ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેસરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

બંગાળની ખાડીમાં 10 ઓગસ્ટથી લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. તેમજ રાજસ્થાનનાં દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામા આવી છે.

આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી છે. તો 12 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તથા 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અત્યાર સુધી રાજ્યમાં 57 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર અનુસાર આગામી ત્રણ દિવસમાં રાજ્યમા સારો એવો વરસાદ વરસશે. તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024