New Civilફાઈલ તસ્વીર

New Civil

સુરતની નવી સિવિલ (New Civil) જ્યાં Covid ના દર્દીઓ છે તે હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો છે. તો આ ઘટનામાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી ઓક્સિજન પાસે રહેલ કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે. તથા આ ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરતના મજુરાગેટ સ્થિત નવી સિવિલ (New Civil) હોસ્પિટલના કોરોના વિભાગમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકો થતા પાસે કામ કરી રહેલ એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે.

જો કે, આ ઓક્સિજન સિલિન્ડરમાં કેવી રીતે બ્લાસ્ટ થયો તેના વિશે કોઇ માહિતી સામે આવી નથી. પરંતુ આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, કોવિડ વિભાગમાં રહેલા તમામ દર્દીઓમાં દોડધામ મચી ગઇ હતી.

આ બ્લાસ્ટના કારણે દર્દીઓ ખુબ જ ડરી ગયા હતા. તથા ડોક્ટરોની ટીમ પણ ગભરાઇ ગઇ હતી. પરંતુ સમય સુચક્તા જોઇ દર્દીઓને સલમત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024