Lawyer: ગુજરાત સરકાર વકીલોને આપશે રૂ.2.50 લાખ સુધીની લોન
Lawyer
ગુજરાત સરકાર દ્વારા આજે આત્મ નિર્ભર યોજના અંતર્ગત વકીલો (Lawyer) ને પણ ઓછા વ્યાજે રૂ.2.50 લાખની લોન મળી રહે તે માટે ની રજૂઆતનો સ્વીકાર કરતા રાજ્યના વકીલોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
લોકડાઉનના કારણે રાજ્યના અનેક નાના મોટા વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો ઉધોગ ધંધાઓ ઠપ થયા હતા. આ જ રીતે રાજ્યની ન્યાય પાલિકા વ્યવસ્થામાં કામ કરતા 85 હજાર વકીલો (Lawyer) ની પ્રેક્ટિસ પણ બંધ થઈ હતી. સમગ્ર ગુજરાતના વકીલો (Lawyer) નું હીત ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ લિગલ સેલ દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત રાજ્યના વકીલોને પણ તેનો લાભ મળે તે માટે મુખ્ય મંત્રી તેમજ કાયદા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
તો રાજ્ય સરકાર દ્વારા આત્મ નિર્ભર યોજના અંતર્ગત વકીલોને પણ ઓછા વ્યાજે 2 લાખ 50 હજાર સુધીની લોનમળી રહે તે માટેની રજૂઆતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તથા પ્રદેશ ભાજપ લિગલ સેલ કન્વીનર જે જે પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના 85 હજાર વકીલોને સીધો તેનો લાભ મળશે.
નોંધનીય છે કે, છ મહિનાના લાંબા અંતર બાદ હવે 14મી સપ્ટેમ્બરથી ગુજરાત હાઇકોર્ટમાં ચાર કે પાંચ કોર્ટમાં પ્રત્યક્ષ રીતે સુનાવણી કરવાની તૈયારી કરાઇ રહી છે. જો કે, કોરોનાના પોઝિટિવ કેસો આવતાં ફરી એકવાર ચિંતા શરૂ થઇ છે.
14મી સપ્ટેમ્બરથી હાઈકોર્ટ શરૂ કરવાનો નિર્ણય બંધ રાખવામાં આવ્યો છે. અને હાઈકોર્ટના કર્મચારીઓને પોઝિટિવ કેસ આવતા 12થી 15 સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો હવે 14 સપ્ટેમ્બરે કોર્ટ નહીં ખુલે માત્ર જાહેરહિતની અરજીઓ ઓનલાઈન સુનાવણી હાથ ધરાશે. તેમજ ફિઝિકલ કોર્ટ શરુ કરવાનો નિર્ણય રદ કરાયો છે.
આ અગાઉ પણ કોરોનાના સમયમાં હાઇકોર્ટના કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યાં હતાં તથા જુલાઇના મહિનામાં ૧૭ કર્મચારી કોરોનાગ્રસ્ત થયાં હતાં. આ પગલે હાઇકોર્ટ વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી ગયો હતો. આ સાથે જ ત્રણ દિવસ કોર્ટની કાર્યવાહી પણ બંધ રાખવી પડી હતી. તો હવે ફરીથી કર્મચારીઓને કોરોના આવતાં ટેસ્ટ સહિતની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.