botad news

બોટાદ જિલ્લા ની જાહેર જનતાને કોરોના તેમજ ઓમિક્રોન વેરિયેન્ટ સામે નાથવા માટે અપીલ તેમજ જાહેર જનતામા જાગૃતિ લાવવા માટે જાગૃતિ અભિયાન ની શરૂઆત કરવામાં આવેલ છે.

આમ જોવા જઈએ તો સમગ્ર બોટાદ જિલ્લામાં કોરોના વાયરસ નું સંક્રમણ નિયંત્રણમાં છે આમ છતાં ઓમિક્રોન સામે સતર્કતા અને સાવધાની જરૂરી હોઈ, બોટાદ જિલ્લા પોલીસ આ બાબતે સવેંદનશીલ હોઈ જિલ્લા ના તમામ નાગરિકોને આ વાયરસ સામે સાવધાની રાખવા તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓ નું ચુસ્ત પણે પાલન કરવાના ભાગરૂપે આ જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે.

આ જાગૃતિ અભિયાન ના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કોરોનાને નાથવા જાગૃતિ અભિયાન નામના રથ થકી જિલ્લા ની તમામ જાહેર જનતાને અપીલ તેમજ સૂચન કરે છે કે , આવનારા સમયમા જ્યારે સમગ્ર દેશમાં આ કોરોના તેમજ ઓમિક્રોન વેરિયેન્ટ નો ખતરો મંડરાય રહ્યો હોય, ત્યારે જિલ્લા ના તમામ નાગરિકોએ આ બાબતે પૂરેપૂરી કાળજી રાખવા તેમજ ધાર્મિક સ્થાનો, માર્કેટ જેવી ભીડ – ભાડ વાળી જગ્યાઓ પર માસ્ક પહેરી અને સોશીયલ ડિસ્ટન્સ જાળવી સુરક્ષિત રહેવા તેમજ સજાગ રહેવા અપીલ કરવામાં આવે છે.

જિલ્લામાં ૫૩૦૦ માસ્ક વિતરણ, ૫૭ સ્થળો પર જાહેરમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ ની મદદથી લોકોને જાગૃત કરવા અને ૨૭ સ્થળો પર લોકોને જાહેરમાં દેખાય તે રીતે બેનર્સ લગાવીને જિલ્લાના લોકોને સોશીયલ ડિસ્ટન્સ જાળવી સુરક્ષિત તેમજ સજાગ રહેવા અને કોરોના વાયરસ ના સંક્રમણ ને ફેલાતું અટકાવવા ,સહિયોગ પૂરો પાડવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024