- પોલીસે એક લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે.
- ચંદીગઢમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરી તેના થોડા દિવસ બાદ હરિદ્વારથી પચાસ હજાર રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી.
- ધરપકડ કરવામાં આવેલી યુવતીની સાથે છેતરપિંડીમાં સામેલ તેના પહેલા પતિની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
- ખાસ વાત એ છે કે આ બંને એકબીજાને ભાઈ-બહેન ગણાવે છે.
- એસપી સિટી, હરિદ્વાર કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા બંને આરોપી પોતાને ભાઈ-બહેન હોવાનું કહેતા હતા.
- અંજલિએ નામ બદલને પૂજા રાખી લીધું અને ચંદીગઢ નિવાસી યુવક સાથે ગત 18 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા.
- 7 જાન્યુઆરીએ બંને ફરવા માટે હરિદ્વાર આવ્યા અને એક હોટલમાં રોકાયા હતા.
- રાત્રે જ અંજલિ 50,000 રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ.
- ફરિયાદ મળતાં જ પોલીસે ઘણી શોધખોળ બાદ બંનેને હરિદ્વાર બસ સ્ટેન્ડથી ઝડપી પાડ્યા હતા.
- એસપી સિટીએ જણાવ્યું કે, પૂછપરછમાં જાણવા મળ્યું કે આ બંને આરોપીઓએ પોતાને ભાઈ-બહેન કહીને છેતરપિંડીથી લગ્ન કર્યા છે.
- બંનેની વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
- બંને પાસેથી ચોરી કરાયેલા ઘરેણાં પોલીસે જપ્ત કર્યા છે.
- હવે પોલીસ એ તપાસમાં લાગી છે કે તેમણે પહેલા આવી કેટલી ઘટનાઓને અંજામ આપ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News