Bride make up goes wrong કોઈ પણ પુરુષ કે સ્ત્રીના જીવનમાં લગ્ન એ સૌથી મોટો અને ખાસ પ્રસંગ હોય છે. આ દરમિયાન સૌ કોઈની ઈચ્છા હોય છે કે તે બીજા કરતા કંઈક અલગ અને હટકે દેખાય. તેના માટે દુલ્હન લાખો રૂપિયાનો ખર્ચ કરી મેકઅપ કરાવતી હોય છે, પણ જરાં વિચારો કે લગ્નના દિવસે જ મેકઅપ ખરાબ થઈ જાય અને ચહેરો ખરાબ થઈ જાય તો કેવી હાલત થાય.
કંઈક આવો જ એક કિસ્સો કર્ણાટકમાંથી સામે આવ્યો છે. અહીંના હાસન જિલ્લાના અરાસીકેરેમાં એક લગ્ન પ્રસંગમાં આ પ્રકારની ઘટના બની હતી અને આખરે લગ્ન રદ કરવા પડ્યા હતા.
27 ફેબ્રુઆરીએ આ કન્યાના લગ્ન હતા. બંને પરિવારમાં ખુશીનો માહોલ હતો. લગ્નની તામજામથી તૈયારીઓ કરી, રિસેપ્શનની પણ તૈયારીઓ થઈ ગઈ હતી. લગ્નના સમયે કન્યા હાસન જિલ્લાના અરાસીકેરેમાં ગંગા હર્બલ બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી. અહીં ગંગા બ્લૂટી પાર્લરમાં દુલ્હનને એક નવી અને માર્કેટમાં નવી આવેલી મેકઅપ સ્ટાઈલ વિશે વાત કરી, આ જોઈને દુલ્હન ખુશ થઈ ગઈ અને કંઈ પણ જાણ્યા જોયા વગર તેણે ‘સ્ટીમ મેકઅપ’ કરાવા બેસી ગઈ.દુલ્હન મેકઅપ કરનારી મહિલાની વાત પર આંધળો વિશ્વાસ મુક્યો અને લગ્નના દિવસે આ મેકઅપ કરવા માટે રાજી થઈ ગઈ.
લગ્નના દિવસે દુલ્હન મેકઅપ કરાવા બેઠી, થોડી વારમાં મેકઅપ શરુ થયો, અમુક લેયર લાગ્યા બાદ દુલ્હનના ચહેરા પર બળતરા થવા લાગી અને તેનો ચહેરો ફુલવા લાગ્યો. થોડી વારમાં તો તેનો ચહેરો એક ઈંચ જેટલો ફુલી ગયો અને આખા ચહેરાની ચામડી કાળી પડી ગઈ. આ જોઈ પરિવારમાં ડરનો માહોલ ફેલાયો અને તાત્કાલિક દુલ્હનને હોસ્પિટલે લઈ ગયાં.
હોસ્પિટલમાં દુલ્હનની સારવાર કરાવી અને ડોક્ટર્સે કહ્યું કે, દુલ્હન ખતરામાંથી બહાર છે, જો કે આ સમગ્ર ઘટના બાદ લગ્ન કેન્સલ કરવામાં આવ્યા હતા. આમ પણ દુલ્હનનો ચહેરો જોઈ વર પક્ષે લગ્ન કરવાની ના પાડી, જ્યારે બધુ સામાન્ય થઈ જાય અને દુલ્હનનો ચહેરો સારો થઈ જાય પછી લગ્ન રાખવાનું નક્કી કર્યું.