જાણો કોણ છે PMOના ઉચ્ચ અધિકારી બનીને ફરતો અમદાવાદનો Kiran Patel

1/5 - (1 vote)

Kiran Patel : PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જમ્મુમાં PMO ઓફિસર ગણાવતો કિરણ પટેલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ  અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે. 

Who is Kiran Patel? | કોણ છે કિરણ પટેલ

જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી જણાવીને ફરતા ભેજાબાજને પોલીસે ઝડપ્યો ત્યાં સુધીમાં તો કિરણ પટેલે તેમનો બરાબરનો ઉપયોગ કરી લીધો હતો. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે, પોતાને હાઈ પ્રોફાઈલ અધિકારી જણાવનારો કિરણ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હતો. હાલમાં એક વર્ષ પહેલાં જ તેણે પોશ સિંધુભવન રોડ પાસે બંગલો લીધો હતો અને ફેમિલી સાથે ત્યાં રહેવા ગયો હતો.

કિરણ પટેલ અગાઉ ઇસનપુર વિસ્તારમાં રહેતો હતો. પરંતુ એક વર્ષ અગાઉ એસજી હાઇવે પર તેણે પોતાનો બંગલો લીધો હતો. આ બંગલાનું નામ તેણે ‘જગદીશપુરમ્’ આપ્યું હતું. કિરણે પટેલનો IIM-ત્રિચીથી MBAનો અભ્યાસ કર્યો હોવાનો પણ દાવો છે. BMW કારમાં ફરતો કિરણ હંમેશાં હાઈપ્રોફાઈલ લાઈફ જીવતો અને પોતે ખૂબ પહોંચેલો હોવાનો પણ દાવો કરતો હતો. થોડા સમય પહેલાં તેણે ફેમિલી ટ્રીપ માટે સ્પાઇસ જેટનું નાનું પ્રાઇવેટ એરક્રાફ્ટ પણ બુક કરાવ્યું હતું. પોતે સંઘ અને BJPનો સમર્થક હોવાનું પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે લોકોને કહેતો હતો.

પૂર્વ DySP સાથે પણ કરી ઠગાઈ 

તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે. 

તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હતો. ફક્ત અમદાવાદમાં જ નહીં મહાઠગ કિરણ પટેલ સામે વડોદરામાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અમદાવાદના પૂર્વ વિસ્તારના સ્મૃતિ મંદિર નજીક ઘર ધરાવે છે. 

શું હતો કિરણ પટેલનો સમગ્ર મામલો ? 

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures