Home Minister Amit Shah

Home Minister Amit Shah

કાલે જ હોસ્પિટલે નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) સાજા થઈ ચૂક્યા છે અને તેમને જલ્દી જ રજા આપી દેવામાં આવશે. ત્યારબાદ સોમવારે દિલ્હી સ્થિત એઈમ્સમાંથી તેમને રજા મળી ગઈ છે. કોરોના સંક્રમણથી બહાર આવ્યા બાદ તેમને 18 ઓગસ્ટે થાક અને માથુ દુખાવાથી હોસ્ટિપટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન તેમની લગભગ 12 દિવસ સુધી સારવાર ચાલી. કોરોનાથી સાજા થયા બાદ તેમની તબિયત વધારે બગડી ગઈ હતી.

ત્યારબાદ તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે 18 ઓગસ્ટે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સમાં જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમને ત્રણ દિવસથી સાંધાના દુખાવાની ફરિયાદ હતી અને થાક પણ લાગતો હતો. આ અગાઉ તે ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યરબાદ તેમને હવે રજા આપવામાં આવી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.