BSF
જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની સેનાએ ભારે ગોળીબાર અને તોપમારો કરીને ફરી એક વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર સાંજે 5.30 વાગ્યે પાકિસ્તાને કોઇ પણ કારણ વગર દેગવાર અને માલ્ટી સેક્ટરમાં અંકુશ રેખા પાસે ભારે તોપમારો અને ગોળીબાર કર્યો હતો. ગોળીબાર અને મોર્ટારમારાથી ભારતને કોઇ નુકસાન થયું નથી.
આ પણ જુઓ : LG Electronics લાવી રહ્યો છે રોટેટિંગ સ્માર્ટફોન Wing
રાજસ્થાનના શ્રીગંગાનગર સેક્ટરમાં આજે વહેલી સવારે બીએસએફ (BSF)ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદેથી ભારતમાં ઘૂસવાના પ્રયત્નો કરી રહેલા બે પાકિસ્તાની (Pakistani) ઘૂસણખોરોને ઠાર માર્યા હતાં. જેમાંથી એકની ઓળખ શાહબાઝ અલી રાઠોડ તરીકે કરવામાં આવી છે. બીજા ઘૂસણખોરની ઓળખ થઇ શકી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘૂસણખોરો પાસેથી બે પિસ્ટોલ, કેટલાક જીવતા કારતૂસ અને મેેગેઝિન, આઠ કિલો હેરોઇન, નાઇટ વિઝન ડિવાઇસ અને 13000 રૂપિયાની પાકિસ્તાની ચલણી નોટો મળી આવી હતી.
આ પણ જુઓ : કોંગ્રેસને રાણકીવાવ ટિકિટના પૈસા ભરવા માટે ભીખમાં રૂ.2287 મળ્યા
રાજસ્થાન ફ્રન્ટીયરના ડેપ્યુટી ઇન્સ્પેકટર જનરલ મદનસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર આ ઘૂસણખોરોના મૃતદેહોને પાકિસ્તાની રેન્જર્સને સોંપવા માટેની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.