Cryptocurrency Budget 2022

2022-23નું બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સી મુદ્દે મહત્વની જાહેરાત કરી છે. હવે ક્રિપ્ટોકન્સીની આવક પર 30 ટકા ટેક્સ લાગૂ થશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સીની આવક પર ટેક્સ લાગશે. ક્રિપ્ટોકરન્સી પર થતી આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ક્રિપ્ટોકરન્સીમાંથી આવક પર 30% ટેક્સ

વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિપ્ટોકરન્સી પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે અને ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે ઉપરાંત બજેટમાં અન્ય મહત્વની જાહેરાત કરાઇ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સીને લઈને મોટી જાહેરાત કરી અને કહ્યું કે રિઝર્વ બેંક 2022-23 સુધીમાં પોતાની ડિજીટલ કરન્સી લાવશે. આ માટે બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

અનેક અટકળો અને સંભાવનાઓ વગર જ સરકારે એકાએક બજેટમાં ક્રિપ્ટોકરન્સી અંગે મોટી જાહેરાત કરી છે. સરકારે હાલના તબક્કે તમામ વર્ચ્યુઅલ કરન્સી પર ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે.

સરકારે બજેટમાં ક્રિપ્ટો સહિતની તમામ વર્ચ્યુઅલ કરન્સી પર ટેક્સ સ્કીમની જાહેરાત કરી છે. ક્રિપ્ટોકરન્સીની આવક પર સરકારે 30% ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે.

આ સિવાય સરકારે વર્ચ્યુઅલ કરન્સી એસેટના ટ્રાન્સફર પર વધુ 1% TDSની જાહેરાત કરી છે.

મહત્વની ટિપ્પણી કરતા બજેટ સ્પીચમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ચ્યુઅલ કરન્સીથી થતા નુકશાનને ટેક્સમાં બાકાત નહિ કરી શકાય એટલે કે તેને ઓફસેટ નહિ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024