Budget 2022

નાણાકીય વર્ષ 2022-23 માટે આજે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રીએ સતત ચોથી વખત બજેટ રજૂ (Budget 2022-23) કર્યું છે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારબાદ આ 10મું બજેટ છે. બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરેલી મહત્ત્વની જાહેરાત (Budget 2022 big announcement) વિશે માહિતી મેળવીએ.

નાણા મંત્રીના બજેટના અંશો:-

ઇન્મક ટેક્સ દરોમાં ફેરફાર નહીં (Income Tax Slabs)

ઇન્મક ટેક્સ રિટર્ન (Income Tax slab) અંગે જાહેરાત કરતા નાણા મંત્રીએ કહ્યુ કે, હવે દંડ ભરીને કરદાતા પાછલા બે વર્ષનું રિટર્ન ફાઈલ (Income Tax Return) કરી શકશે. એટલે કે આઈટી રિટર્ન (Update ITR) અપડેટ કરવા માટે કરદાતાને મોકો આપવામાં આવશે. આ ઉપરાંત ઇન્મક ટેક્સના નિયમોમો સુધારો કરવાની જાહેરાત પણ નાણા મંત્રી તરફથી કરવામાં આવી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ નાણા મંત્રીએ ઇન્મક ટેક્સ સ્લેબ (No changes in Income tax slabs)માં કોઈ ફેરફાર કર્યો નથી.

શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયલી જાહેરાત (Education sector)

નાણા મંત્રીએ આજે બજેટમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલી મહત્ત્વની જાહેરાતો કરી છે. જે પ્રમાણે રાજ્યોને કૃષિ યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જેનાથી પ્રાકૃતિક, ઝીરો બજેટ અને ઓર્ગેનિક ફાર્મિંગ સાથે આધુનિક ખેતીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. PM E-Vidyaના ‘વન ક્લાસ, વન ટીવી ચેનલ’ પ્રોગ્રામને 12 ટીવી ચેનલથી વધારીને 200 ટીવી ચેનલ સુધી વિસ્તૃત કરવામાં આવશે. જેનાથી તમામ રાજ્યોને ધોરણ 1થી 12 સુધી સ્થાનિક ભાષામાં શિક્ષણ પૂરું પાડવામાં મદદ મળશે.

ડિજિટલ ભારત માટે નાણા મંત્રીની જાહેરાત (Digital India)

કૌશલ વિકાસ અને અજીવિકા સંબંધિત ડિજિટલ ઇકોસિસ્ટમ લોંચ કરવામાં આવશે. જેના મારફતે કૌશલ્ય વધારવું, ઑનલાઇન શિક્ષણ આપવામાં આવશે. રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમ બનાવવા માટે એક ઓપન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.

ઈ-પાસપોર્ટ (E-passports)

નાણા મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે 2023ના અંત સુધી ચીપ એમ્બેડેડ ઇ-પોસપોર્ટ જાહેર કરવામાં આવશે. ભવિષ્યની તકનીકી સાથેનો આ પાસપોર્ટ દેશના નાગરિકોના અનુભવને વધારે ઉત્તમ બનાવશે.

અફોર્ડેબલ હોમ અને પીવાનું શુદ્ધ પાણી (Affordable House)

નાણા મંત્રીએ જાહેરાત કરી કે 3.8 લાખ ઘરોમાં નળથી શુદ્ધ જળ ઉપલબ્ધ કરાવવા માટે 60,00 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. 2022-23 દરમિયાન 80 લાખ પરિવારને સસ્તા ઘર મળશે. અફોર્ડેબલ હાઉસહોલ્ડ સ્કીમ માટે સરકાર લાભાર્થીઓની ઓળખ કરશે.

વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)

આગામી ત્રણ વર્ષમાં ઉત્તમ ક્ષમતાની 400 નવી પેઢીની ‘વંદે ભારત’ ટ્રેન લાવવામાં આવશે. આગમી ત્રણ વર્ષમાં 100 PM ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે. સ્થાનિક બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે ‘એક સ્ટેશન એક પ્રોડક્ટ’ની વિચારધારાને આગળ ધપાવવામાં આવશે.

સાત મુખ્ય ક્ષેત્ર પર ફોકસ રહેશે (Focus areas)

1) PM ગતિશક્તિ 2) સામુહિક વિકાસ 3) ઉત્પાદનમાં વધારો 4) સનરાઇઝ અપોર્ચ્યુન્ટી 5) કાયમી ઉર્જાના સ્ત્રોતમાં વધારો કરવો 6) પર્યાવરણ બચાવ 7) રોકાણ માટે ફંડની વ્યવસ્થા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024