સામગ્રી:-
2 વાટકી ચણાનો લોટસ
2 વાટકી ઘી
3 વાટકી ખાંડ
એલચી, કેસર, બદામ, લીંબૂનો રસ
રીત:-
ચણાના લોટમાં એક ચમચી ઘી કે તેલ મોણ નાખી પાતળુ ખીરું
બનાવી લો.
એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. થોડોં લીંબૂનો રસ નાખી, મેલ કાઢવું. કેસર દૂધમાં ધોલી ચાશનીમાં નાખો. ચાશની એકતારની થાય એટલે તાપ ઉપર મૂકી ગરમ રાખવી.
એક પેણીમાં ઘી ગરમ કરી એક ઝારાથી ચણાનાલોટનું ખીરું નાખો. તેમાથી કળી પડશે તેને તળીને ચાશનીમાં નાખવું. થોડી વાર કળીને ચાશનીમાંથી કાઢી ગોળ લાડું બાંધવું. પછી થોડીવાર માટે તેને થાળીમાં ખુલ્લા મૂકવૂ જેથી તેને થોડી હવા લાગે.તેની ઉપર એક એક કાજૂ કે પિસ્તાનો ભૂકો નાખી શકાય છે. તમારા કળીના લાડું તૈયાર છે.