bus accident in harij

Patan Harij News : પાટણ જિલ્લાના હારિજ ખાતે પાલનપુર ડેપોની એસટી બસ (ST BUS) હારિજ ડેપોમાં આવીને વળાંક લઈ રહી હતી ત્યારે બે યુવાનો બાજુની હોટલમાંથી ચા લઈ ઓચિંતા પસાર થતાં એસટી બસને અડકાઈ થતાં બે યુવાનોને ઇજાઓ થઈ હતી. આ ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે હારિજ રેફરલમાં લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ હારિજ બસ સ્ટેન્ડની બહાર હાઇવે પર 18 વર્ષીય અજય લાભુજી ઠાકોર રહે.થરોડ અને 23 વર્ષીય નરસિંહજી કાળાજી ઠાકોર રહે.કઠીવાડા બાઇક બાઇક(GJ 24 AJ 6857) લઈ હાઇવે પરની હોટલ આગળથી ચા લઈ નીકળતા પાલનપુર ડેપોની એસટી બસ (GJ18 Z 3912) પાલનપુરથી વાયા પાટણથી હારિજ આવી પહોંચેલી અને હાઇવે પરથી બસ સ્ટેન્ડમાં વળાંક લેતાંની સાથે બંને બાઇક સવારોને અથડાઇ જતા બાઇક સવારો નીચે પટકાતાં બંનેને ઇજાઓ થઈ હતી. ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ હતી .બંને યુવાનોને માથામાં ઇજાઓ થઈ હતી.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024