Hotel ‘The Grand Piano’ Controversy : પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલી હોટલ ગ્રાન્ડ પિયાનોમાં તાજેતરમાં જમવા બેઠેલ મહિલાની થાળીમાં પિરસવામાં આવેલ સબ્જીમાંથી મૃત વંદો મળી આવતાં ચકચાર મચી છે. આ ઘટના બાદ તેની કબુલાત હોટલ મેનેજરે સ્વિકારી હતી. ત્ચારબાદ ગ્રાહક દ્વારા આ મામલે ફૂડ વિભાગને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા ફૂડ વિભાગ દ્વારા પનીર અંગારા સબજી, ગ્રેવી અને પનીરના નમૂના લઈ તપાસ માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાધનપુરના એડવોકેટ ઉતમભાઈ જીવરાણીએ પાટણનીહોટલ ધ ગ્રાન્ડ પિયાનોમાં બનેલી આ ગંભીર પ્રકારની ભૂલને લઈ અહીં જમવા આવતા ગ્રાહકોના આરોગ્ય સામે હોટલ મેનેજમેન્ટ દ્રારા દાખવવામાં આવતી બેદરકારી બાબતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પાટણ ફુડ વિભાગના અધિકારીને પણ આ મામલે સધળી હકીકત ટેલિફોનીક વાતચીત દરમિયાન જણાવી પોતે હોટલમાં ઉતારેલ વીડિયો પણ વોટસએપ દ્રારા અધિકારીને મોકલી આપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ ફૂડ વિભાગ દ્વારા હોટલમાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે. આ મામલે પાટણ ફ્રુડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાની સૂચનાથી એમ.એમ. પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પનીર અગારા સબ્જી ,ગ્રેવી અને પનીર એમ ત્રણ નમૂના લઈ પૃથક્કરણ અર્થે મોકલાયા હોવાનું જણાવ્યું હતું.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024