C.R.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ C.R. પાટિલે ગુજરાતની રૂપાણી સરકાર અને સરકારના મંત્રીઓને ખુલ્લી ચીમકી આપતાં કહ્યું છે કે, ભાજપનો કાર્યકર ગાંધીનગર ધક્કા ખાય એ નહીં ચલાવી લેવાય તથા હવે રાજ્ય સરકારના મંત્રીઓએ કાર્યકરોને સાંભળવા પડશે. પાટીલે કાર્યકરોને કહ્યું છે કે, તમારે સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભામાં ધક્કા ખાવાના થાય તો મને સીધો ફોન કરી શકો છો. C.R. પાટીલે એવી પણ જાહેરાત કરી છે કે, હવેથી અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને મંગળવાર રાજ્ય સરકારના મંત્રી હવે ભાજપના મુખ્યાલય કમલમમાં બેસશે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના મંત્રીઓને ભાજપના મુખ્યમથક કમલમમાં બેસીને કાર્યકરોના પ્રશ્ન-રજૂઆતો સાંભળવા તથા તેનો ઉકેલ લાવવા સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત પહેલાં જ આદેશ આપી દીધો હોવાનું ભાજપનાં સૂત્રોનું કહેવું છે. સી.આર.પાટીલ સમક્ષ ભાજપના કાર્યકરો નારાજ હોવાની રજૂઆત કરાતાં તેમણે કાર્યકરોને મનાવવાના બહાને મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ આપ્યો હોવાનો દાવો પણ આ અહેવાલમાં કરાયો છે.
એક અહેવાલ મુજબ, ભાજપના કાર્યકરો સચિવાલયમાં જાય તો કોઇ ભાવ આપતું નથી અને તેના કારણે 20 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં ભાજપનુ શાસન છે છતાંય અમુક મત વિસ્તારોમાં તો હજુય ભાજપની સ્થિતી અત્યંત નબળી છે. આ મત વિસ્તારો હદુય કોંગ્રેસના ગઢ સમાન છે. આવા વિસ્તારોમાં ભાજપ જનાધાર ગુમાવી રહ્યો છે એવી ફરિયાદોને પગલે પાટીલે મંત્રીઓને જ કમલમમાં બેસાડવા નક્કી કર્યુ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.