C R Patil
ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (C R Patil)લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે આજે લીંબડીની મુલાકાતે છે. લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા આહવાન કરશે. જિલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ત્યારબાદ ભાજપના આગેવાનો અને કાર્યકરો તેમજ સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક કરશે. ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો સાથે પણ સીઆર પાટીલ બેઠક કરશે.
સીઆર પાટીલ આજે મોરબી અને લીંબડીમાં પક્ષના કાર્યકરોના સંમેલનને સંબોધશે. સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, શંકરભાઈ વેગડ, જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે. સવારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર પછી બપોરે મોરબી અને માળિયા-મિયાણાના ભાજપ કાર્યકર્તા સંમેલનને સંબોધશે. ગુજરાત વિધાનભાની ખાલી પડેલી 8 બેઠકો જીતવા સીઆર પાટીલે પોતાની તમામ તાકાત કામે લગાવી છે.
PM નરેન્દ્રભાઇ મોદી: કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે સુખ, સુવિધા અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય લાવશે.
મતદાન પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને આઠ બેઠકોના ભાજપના ઉમેદવારો સહિત સમગ્ર ભાજપનું સંગઠન ચૂંટણી પ્રચારમાં ઉતર્યું છે. આગામી 3 તારીખે 8 બેઠકોનું મતદાન થશે. જેનું પરિણામ 10 તારીખે જાહેર થશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.