Sea Plane

Sea Plane

અમદાવાદના સાબરમતી કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ઐતિહાસિક સી પ્લેન (Sea Plane) સર્વિસ શરૂ થનારી છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનનું ઉદ્ઘાટન કરાવશે. જે દરમિયાન તેઓ સી પ્લેન દ્વારા અમદાવાદથી કેવડિયા આવી પહોંચશે.

રવિવારે સવારે સી પ્લેને માલ્દિવ્સના મેલ ખાતેથી ટેક્ ઓફ કર્યું હતું. ત્યારબાદ રવિવારે બપોરે કોચીના વેન્ડુરથી ખાતે પહોંચ્યું અને પછી સી પ્લેન સાંજના ગોવા પહોંચ્યું હતું. સોમવારે સવારે સી પ્લેન ગોવાથી અમદાવાદ પહોંચશે. ભારતમાં સૌપ્રથમ સી પ્લેન શરૂ થવાનું છે.

સી પ્લેન કોચી પહૌોંચ્યું ત્યારે કોચી ડિફેન્સના પીઆરઓ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી કે, ‘ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. સ્પાઇસ જેટ ટેક્નિકનું ટ્વીન ઓટ્ટર 300 સી પ્લેન અમદાવાદ માટે રવાના થતાં અગાઉ કોચીના વેન્ડુરથી ચેનલ પહોંચ્યું છે. આ જ સ્થળે 4ફેબુ્રઆરી 1953ના વાયુસેનાના સીલેન્ડનું ઉતરણ થયું હતું. ‘

કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ ઉષા પઢીએ જણાવ્યું કે, ‘કોચિન અને ગોવા ખાતે ટ્રાન્ઝિસ્ટ પૂર્ણ કર્યા બાદ સી પ્લેન સોમવારે અમદાવાદ આવશે. ભારતના સી પ્લેન ઓપરેશન્સમાં આ સાથે નવા યુગનો પ્રારંભ થશે. ‘ મલેશિયાથી રવાના થયેલા સી પ્લેન માટેના એરક્રાફ્ટમાં 6 ક્રુ મેમ્બર્સ છે.

PM નરેન્દ્રભાઇ મોદી: કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે સુખ, સુવિધા અને સમૃદ્ધિનો નવો સૂર્યોદય લાવશે.

એડિશ્નલ ચીફ સેક્રેટરી ડો. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વીટ કરી હતી કે, ‘કેવડિયા માટેના સી પ્લેને માલ્દિવ્સ માટે ટેક્ ઓફ કર્યું છે. સી પ્લેન સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દિવસમાં ચાર વખત અવર-જવર કરશે. કેવડિયાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન્ સ્થળ બનાવવાની દિશામાં આ મહત્વનું પગલું છે. ‘

કેન્દ્રિય મનસુખ માંડવિયાએ દિલ્હી ખાતેથી જણાવ્યું કે, ‘ભારતની સૌપ્રથમ સી પ્લેન સર્વિસ ૩૧ ઓક્ટોબરના સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૃ થઇ શકે છે. આ માટે તરતી જેટ્ટી સહિતની તમામ માળખાગત કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. સી પ્લેનથી પ્રવાસન્ને વેગ મળશે.’  19 સીટર સી પ્લેનમાં હાલમાં ૧૨ મુસાફરોને બેસાડવામાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024