Chikungunya
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે કોરોના સાથે-સાથે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યાની જેમ જ ચિકનગુનિયાના (Chikungunya) એ કેસો પણ વધતા હોવાનું સામે આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના રેડ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય કહ્યું હતું કે, ચિકનગુનિયા (Chikungunya) માં તકેદારી ખૂબ જ જરૂરી છે. વર્ષ 2017થી લઈને 2020 સુધીના આંકડાઓ ચિકનગુનિયાના કેસો વધ્યા હોવા અંગેની ખરાઇ કરી આપે છે.
ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના લક્ષણ લગભગ એક સરખા જ હોય છે. ચિકનગુનિયા એ એક વાઈરસ તાવ છે, જે એડીજ મચ્છર કરડવાથી થાય છે. જે સીધેસીધો માનવીમાંથી માનવીમાં નથી ફેલાતો, પરંતુ આ તાવ એક ઇન્ફેક્શનગ્રસ્ત વ્યક્તિને એડીજ મચ્છર કરડયા પછી એ જ મચ્છર સ્વસ્થ વ્યક્તિને કરડે ત્યારે ફેલાય છે.
ચિકનગુનિયાના લક્ષણ ઠંડી લાગીને તાવ આવવો, માથું દુખવું, સાંધા દુખવા, માંસ-પેશીઓમાં દુખાવો. સાંધામાં સોજા, જીવ ગભરાવો, ભૂખ ના લગાવી, કમજોરી આવવી આ બધા ચિકનગુનિયાના લક્ષણ છે. જો કે, ઇન્ફેક્શન થયા બાદ ૨ થી ૭ દિવસો પછી ચિકનગુનિયાના લક્ષણ જોવા મળે છે.
ચિકનગુનિયાના (Chikungunya) લક્ષણ નજરે ચડતાં જ ડોક્ટરની સલાહ અનુસાર જ દવા લેવી. ચિકનગુનિયાના દર્દીએ સંપૂર્ણ આરામ, પૂરતો આહાર અને પૂરતા પ્રવાહી પદાર્થો લેવા જરૂરી છે.
ચિકનગુનિયાથી બચવા આપના ઘરની આસપાસ કે અંદર પાણી જમા ન થવા દો. વાસણોને ઊલટા અને ખાલી કરીને રાખો. પાણી ભરેલાં વાસણોનું પાણી ખાલી કરી ડિટરજન્ટથી સાફ કરી નાખો. જેથી જો મચ્છરે એમાં ઈંડાં મૂકી દીધાં હોય તો નાશ પામે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.