CBSE board exams
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2021માં યોજાનારી CBSE બોર્ડની પરીક્ષા (CBSE board exams) લેખિતમાં જ યોજાશે. ઉપરાંત કહેવાયું છે કે કોવિડની ગાઈડલાઈન અંતર્ગત પરીક્ષાનું આયોજન કરાશે. ટૂંક સમયમાં પરિસ્થિતિઓની સમીક્ષા બાદ પરીક્ષાની તારીખ જાહેર કરાશે.
સીબીએસઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બોર્ડ પરીક્ષાનું આયોજનની તારીખના સંબંધમાં હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે મામલે હજી વિચાર ચાલી રહ્યો છે. પરીક્ષાઓ જ્યારે પણ થશે તો લેખિત સ્વરૂપે અને કોવિડની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ આગામી વર્ષે થનારી બોર્ડની પરીક્ષાઓ અને પ્રતિસ્પર્ધી સ્પર્ધાઓના મુદ્દા પર 10 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરવાના છે.
આ પણ જુઓ : બ્રિટનની ફાઈઝર કંપનીની કોરોના વેક્સિનને ઉપયોગ માટે મળી મંજૂરી
સીબીએસઈના અધિકારીઓએ જણાવ્યું કે, 2021માં બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન માધ્યમથી ન લઈને લેખિત પરીક્ષાઓ થશે. પરીક્ષાના સંચાલન માટે તારીખો પર વિચાર-વિમર્શ હજી ચાલી રહ્યું છે. ઉપરાંત કહ્યું કે, જો પરીક્ષા પહેલા ક્લાસમાં પ્રયોગાત્મક કાર્યો માટે વિદ્યાર્થી ઉપસ્થિત ન રહી શક્યા તો અન્ય વિકલ્પ વિશે વિચારવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.