Sushasan Week

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત ગુજરાત સરકાર “સુશાસન સપ્તાહ “ નિમિતે રોજગાર નિમણુંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રો વિતરણ, એપ્રેન્ટિસ સ્ટાઇપેન્ડ રીએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ, આઈ.ટી.આઈ સંસ્થાકીય સ્ટાઇપેન્ડનું ડીજીટલ ગુજરાત પોર્ટલ પર લોન્ચિંગ, આઈ.ટી.આઈ ના નવનિર્માણ ભવનનું લોકાર્પણ તથા ઈ-શ્રમ કાર્ડના વિતરણ કાર્યક્રમ માનનીય બળવંતસિંહ રાજપૂત ચેરમેન જીઆઇડીસી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે જુગલજી ઠાકોર રાજ્યસભા સાંસદ, શંભુજી ઠાકોર ધારાસભ્ય ગાંધીનગર દક્ષીણ, દિલીપભાઈ પટેલ પ્રમુખ જીલ્લા પંચાયત ગાંધીનગર, કુલદીપ આર્ય કલેકટર ગાંધીનગર, શ્રીમતી સુરભીબેન ગોતમ જીલ્લા વિકાસ અધિકારી, જે.એમ.ભોરણીયા પ્રાંત અધિકારી, વી.એસ.પોન્ડોર રોજગાર અધિકારી, એન.એ.પટેલ પ્રિન્સિપાલ આઈ.ટી.આઈ, જી.એસ.સિધાવત લેબર ઓફીસર તેમજ ગાંધીનગર જીલ્લા વહીવટીતંત્ર અધિકારી, એપ્રેન્ટિસશીપ લાભાર્થીઓ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.