Celebration of school entrance ceremony and Kanya Kelavani Mahotsav

પાટણ જિલ્લામાં આજથી ત્રણ દિવસ માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો છે. આજથી ત્રણ દિવસ તા.૨૩ થી ૨૫ જૂન સુધી પાટણ જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોના પ્રવેશોત્સવથી ધમધમી ઉઠશે. પાટણ જિલ્લાના વિવિઘ તાલુકામાં ઉચ્ચઅધિકારીઓ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. પાટણના સિધ્ધપુર તાલુકાના સેવાલાણી અને વરસીલા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ બાળકોનું દફતર અને પુસ્તક આપીને સ્વાગત કર્યા બાદ શાળામાં વિધિવત પ્રવેશ આપ્યો હતો. આજથી શરુ થતા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી હતી.

કોરોના મહામારીના બે વર્ષ બાદ ઊજવાતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલશે. પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં સેવાલાણી અને વરસાલી ગામની પ્રાથમિક શાળામાં કલેક્ટરની ઉપસ્થિતીમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. કલેક્ટર અને ઊપસ્થિત મહાનુભાવોનાં હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતા. તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ભુલકાઓને પણ ચોકલેટ આપીને મોં મીઠું કરાવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુપ્રિતસીંઘ ગુલાટીએ બાળકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આંગણવાડી અને શાળાના બાળકો દેશની આવતીકાલ છે. તેમનું શિક્ષણ અને સ્વાસ્થ્ય સુદ્રઢ હશે તો દેશનો વિકાસ વધુ વેગવંતો બનશે. બાળકો નિયમિત શાળામાં આવે તે ખુબ જ જરુરી છે. જેથી શિક્ષકો અને વાલીઓએ તેમની હાજરી પણ પર ધ્યાન આપવું જરુરી બની રહે છે.

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આયોજન લઈ બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં આ વર્ષે યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવણીમાં કુલ ૧૬૫૪૪ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ કરશે. પાટણ ખાતે યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ શાળાઓ સહભાગી બનશે. જીલ્લાની કુલ ૭૯૨ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે માટે ૬૪ રૂટમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માટે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ જીલ્લાના અધિકારી અને પદાધિકારી શાળાઓમાં હાજર રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024