Cervical Cancer Diagnosis Camp was organized

રેડકોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ના સહયોગથી નવજીવન મેટરનીટી હોમ પાટણ ચોર્યાસી કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ગર્ભાશયના કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.

આજરોજ પાટણ ખાતે રેડકોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ના સહયોગથી નવજીવન મેટરનીટી હોમ પાટણ, ૮૪ કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગર્ભાશયના કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પસની અંદર કવિતાબેન જે ચાવડા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર સર્વાઇકલ કેન્સર સ્ક્રિનિંગ પ્રોગ્રામ ઈન્ડીયન રેડકોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ અને નવજીવન હોમ પાટણ ૮૪ કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ ની બહેનો ના સહયોગથી પ્રભારી ઉમિયા માતા સંસ્થા ઊંઝા પટેલ સુશીલાબેન મોહનભાઈ પટેલ, મીનાબેન હરેશભાઈ મહિલા પ્રમુખ પાટણ, પટેલ હીનાબેન નિમેષભાઈ મંત્રી, પટેલ સ્મિતાબેન જીતેન્દ્રભાઈ પટેલ, સંગીતાબેન પટેલ, રીન્કુબેન પટેલ, અદિતિબેન અને નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ હાજર રહીને બહેનોને માર્ગદર્શન પૂરું પાડી ને બહેનો નો ઉત્સાહ વધારેલ હતો.

નવજીવન મેટરનીટી હોમ પાટણના ડોક્ટર મોહનભાઇ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમને બહેનોને થતા કેન્સર ની માહિતી આપી હતી અને એની સાથે કેન્સરના ટેસ્ટ પાટણ માં થાય અને કેન્સર જેવી બીમારી માંથી બહેનો દૂર રહે તેવા અભિગમથી સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમની અંદર 150 જેવી બહેનો એ ભાગ લઈને પોતાના ટેસ્ટ કરાવ્યા હતા. અવાર નવાર ઈન્ડીયન રેડકોસ સોસાયટી નવજીવન માટે નીટી હૉમ ચોરાસી કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ આ કેન્સર નિદાન કેમ્પમાં સહભાગી બનીને સમગ્ર કાર્યક્રમને પૂરેપૂરો બહેનો નો સાથ અને સહકાર મળી રહ્યો હતો, આ કાર્યક્રમમાં ચોર્યાસી કડવા પાટીદાર પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ અને મંત્રી પણ હાજર રહ્યા હતા. ગર્ભાશય ના કેન્સર નિદાન કેમ્પ નો લાભ લઈને બહેનોએ ત્રણ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.