chairman and vice chairman of vijapur apmc were selected : મહેસાણા ના વિજાપુર APMC ની ચુંટણી બાદ મામલો હાઇકોર્ટ પહોંચ્યા એક મહિને ચેરમેન અને વાઇસ ચેરમેન ની મંગળવારે ચુંટણી યોજાઈ હતી. માત્ર 19 સભ્યોના મત સાથે ચેરમેન વાઇસ ચેરમેન ની ચુંટણી માં પણ ઇતિહાસમાં પ્રથમવાર મામલો હાઇકોર્ટ પહોંચતા 5 કલાક પરિણામ જાહેર કરતા લાગ્યા હતા.
ચેરમેન પદે કાંતિભાઈ પટેલ અને વાઇસ ચેરમેન અને દશરથભાઈ પટેલ ને વિજેતા જાહેર કરાયા
પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ જૂથના ચેરમેન પદે પટેલ કાંતિભાઈ રમણભાઈ અને વાઇસ ચેરમેન પટેલ દશરથભાઈ જીવણભાઈ પટેલ નિમાયા હતા. 19 સભ્યો પૈકી રમણલાલ જૂથ અને પી આઇ પટેલ જૂથ ને 9 – 9 મત મળતાં ટાઇ પડી હતી. અને બાકી નો સિલ કરાયેલ પાલિકાના પ્રતિનિધિ નો મત ખોલવા હાઇકોર્ટ ના હુકમ નું અર્થઘટન કરતા કરતા 5 કલાક બાદ રમણલાલ જૂથને મત મળ્યો હતો. જે ઓન કેમેરા સિલ કરાયેલ એક મત ખોલતા રમણલાલ પટેલ જૂથ ને 10 મત મળ્યા હતા અને પી આઇ પટેલ જૂથ ને 9 મત મળ્યા હતા. એટલે મંગળવારે બપોરે 1 વાગ્યાથી શરૂ થયેલ ચુંટણી 5 કલાક ને અંતે પરિણામ જાહેર કરાયું હતું.
નગરપાલિકા ના પ્રતિનિધિ ના એક મત ને લઈને સર્જાયો હતો વિવાદ
આ ચુંટણીમાં સમગ્ર વિવાદ નગરપાલિકા ના પ્રતિનિધિ ના એક મત ને લઈને સર્જાયો હતો. 1 વાગે શરૂ થયેલ ચુંટણી માં અગાઉ નગરપાલિકા પ્રતિનિધિ નો મત બંધ કવરમાં રાખવાનો આદેશ કરાયો હતો. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ ના આદેશ ને પગલે નિયામક દ્વારા બંધ કવરમાં રહેલ મત ગણવા આદેશ કર્યો હતો. જેથી અગાઉ ચેરમેન અને વાઇસ ચેરમેન ને સરખા 9 મત મળતાં ટાઇ પડી હતી. અને ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા સિલ બંધ રાખવામાં આવેલ મત ગણવાનો આદેશ બાદ બંધ કવરનો મત ખોલવામાં આવતા ભાજપ ના ઉમેદવાર ને મત મળ્યો હતો. અને આખરે પૂર્વ ધારાસભ્ય પી આઇ પટેલ નું જૂથ પરિણામ જાહેર થાય એ પહેલા રવાના થયું હતું અને પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ જૂથ એ વિજયની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે બંધ કવર માં સિલ પાલિકાના પ્રતિનિધિ ના મત નું કવર ખોલવા અંગે પી આઇ પટેલ જૂથ ફરીથી હાઇકોર્ટમાં જશે તેમ ટેલીફોનીક જણાવ્યું હતું.
રિપોર્ટર : પંકજભાઈ નાયક, મહેસાણા