Mahesana : શિક્ષક વર્ષમાં માત્ર 1 મહિનો જ કરે છે નોકરી, બાકીના સમયે રજા મૂકી ગેરહાજર
પંકજભાઈ નાયક, મહેસાણા : મહેસાણા નજીક સુખપુરડાના એક શિક્ષકને જાણે કે નોકરી કરતા વિદેશ પ્રવાસમાં વધુ રસ હોય એમ લાગી રહ્યું છે. સુખપુરડા ગામની આ પ્રાથમિક શાળામાં નોકરી કરતા કિરણભાઈ હરિભાઈ ચૌધરી (teacher Kiranbhai Chaudhry) નામના શિક્ષક વર્ષમાં માત્ર 1 મહિનો જ કરે છે નોકરી. બાકીના સમયે કોઈને કોઈ કારણોસર કપાત રજાઓ પણ મૂકીને ગેરહાજર રહેતા શિક્ષકની ગ્રામજનો હવે કંટાળી હતા બદલીની માંગ કરી રહ્યા છે.
શિક્ષક ની ગેર હાજરી થી બાળકોના શિક્ષણ ઉપર અસરી પડતી હોવા છતાં શિક્ષક ની બદલી નથી થઈ રહી. ગ્રામજનોએ આ મામલે શિક્ષણ વિભાગ અને જિલ્લા કલેકટર સુધી રજુઆત પણ કરી છે. પણ કોઈ પરિણામ નહિ આવતા જો હવે શિક્ષક ની બદલી નહીં થાય તો ગ્રામજનોએ શાળા ને તાળા બંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
SMC સભ્યો અને ગ્રામજનોના આક્ષેપ મુજબ સુખી સંપન્ન ઘરના શિક્ષક વર્ષમાં એક મહિનો ફોર્ચ્યુનર જેવી મોંઘી દાટ ગાડી લઈને નોકરી કરવા આવે છે અને પછી પાછા ફોરેન ચાલ્યા જાય છે. આ અંગે રજૂઆત છતાં શિક્ષક નથી આપતા રાજીનામુ કે નથી થતી તેમની બદલી.
વર્ષ 2021 – 22 માં 139 રજાઓ આ શિક્ષકે પાડી હતી. તો ગત તા 1.7 2022 થી સામાજિક કારણોસર હજુ સુધી કપાત રજાઓ પર છે આ શિક્ષક. વર્ષ 2019 થી અત્યાર સુધી નોકરી કરતા સૌથી વધુ રજાઓ પર આ શિક્ષક રહ્યો હોવાનો ગ્રામજનો લેખિત પુરાવા સાથે રજૂઆત કરી ચૂક્યા છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ