એક સદી કરતાં વધુ જૂના કોર્ટ બિલ્ડિંગની સામે રૂ.૦૬ કરોડથી વધુના ખર્ચે ૬,૦૭૬ ચો.મી. જગ્યામાં નિર્માણ પામશે આધુનિક સુવિધાઓયુક્ત નવીન કોર્ટ સંકુલ

ચાણસ્મા શહેરમાં આવેલા સિવિલ કોર્ટ સંકુલની સામેના પ્રાંગણમાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધિશશ્રી કુ.નિપાબેન રાવલના હસ્તે નવીન સિવિલ કોર્ટના શિલાન્યાસનો સમારોહ સંપન્ન થયો.

પાટણ જિલ્લા અદાલત દ્વારા જમીનની માંગણી અન્વયે ફાળવવામાં આવેલી ૬,૦૭૬ ચો.મી. જગ્યામાં આગામી સમયમાં નવીન કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે.

ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધી બાદ પ્રાસંગીક ઉદ્બોધન કરતાં મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધિશશ્રી કુ.નિપાબેન રાવલે જણાવ્યું કે, ચાણસ્મા અદાલતનો ઈતિહાસ ઘણો જૂનો છે. ૧૦૩ વર્ષ કરતાં વધુ જૂનું સિવિલ કોર્ટ બિલ્ડિંગ અહીંના સાચા અને ઝડપી ન્યાયનું સાક્ષી રહેલું છે. સર્વોચ્ચ અદાલત, વડી અદાલત અને રાજ્ય સરકાર છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળી રહે તે માટે શ્રેષ્ઠ આયોજન કર્યું છે.

સરકારના તમામ વિભાગોથી લઈ સામાન્ય નાગરીકોના સહયોગથી અહીં નિર્માણ પામનાર નવા કોર્ટ બિલ્ડિંગમાં સાચો અને ત્વરિત ન્યાય મળશે.

ચાણસ્મા સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધિશશ્રી અર્જૂન સિંઘે સ્વાગત પ્રવચન કરી ચાણસ્મા કોર્ટના નવીન બિલ્ડિંગના નિર્માણ માટે નવીન કોર્ટના બાંધકામ માટે જમીનની દરખાસ્તથી લઈ મંજૂરી પ્રક્રિયા માટે સહયોગ આપનાર પૂર્વ ન્યાયાધિશશ્રીઓ, બાર એસોશિએશન તથા સરકારી વિભાગોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઈ.સ.૧૯૧૭માં નિર્માણ પામેલ ચાણસ્મા સિવિલ કોર્ટનું સંકુલ જર્જરીત થઈ જતાં પાટણ જિલ્લા અદાલત દ્વારા જમીનની માંગણી અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ફાળવવામાં આવેલી ૬,૦૭૬ ચો.મી. જગ્યામાં અંદાજીત રૂ.૦૬.૬૩ કરોડના ખર્ચે ઈન્ટરનલ રોડ, રેઈન વૉટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, પાર્કિંગ, કમ્પાઉન્ડ વૉલ, ફાયર ફાઈટીંગ, પમ્પ રૂમ તથા સ્ટેઈર કેબીન જેવી આધુનિક સવલતો સાથે બે માળના બિલ્ડિંગનું ૨૨૫૬.૮૩ ચો.મી. બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

આ પ્રસંગે પાટણ ફેમિલિ કોર્ટના પ્રિન્સિપલ ફેમિલી જજશ્રી એમ.એસ.બ્રહ્મભટ્ટ, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી કુ.કે.આર.પ્રજાપતિ, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી એ.કે.શાહ, સિવિલ જજશ્રીઓ, ચિફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રી, ચાણસ્મા બાર એસોશિએશનના પ્રમુખશ્રી આર.એમ.પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી બટુકભાઈ ત્રિવેદી, બાર એસોશિએશનના હોદ્દોદારશ્રીઓ, વકીલશ્રીઓ તથા કોર્ટના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024