Paresh Dhanani
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો પારો ગરમાયો છે. હવે જેમ જેમ ચૂંટણીની તારીખ આગળ વધી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો આવતો જોવા મળે છે.
વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) ફરી એક વાર ટ્વીટર પર લખ્યું છે.
ધાનાણીએ ભાજપમાં જોડાયેલા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને અગાઉ આડકતરી રીતે જયચંદો ગણાવ્યા બાદ હવે નવો વટાણો વેર્યો છે. ધાનાણીએ ટ્વીટર પર લખ્યું છે કે ”ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ’
“‘ગદ્દારો વિરુદ્ધ, ગુજરાતની લડાઈ”‘
“ગાંડો” હશે તોય હાલશે.,
પણ “ગદ્દાર” તો નહીં જ.!#ગદ્દાર_જયચંદોને_જવાબ_આપો pic.twitter.com/XRnxOOJpkH— Paresh Dhanani (@paresh_dhanani) October 20, 2020
આ કેપ્શનના કારણે ફરી પક્ષ પલટો કરી ભાજપમાં જનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું છે. રાજ્યના રાજકીય નિષ્ણાતો ધાનાણીના આ સાયબર વૉરને પ્રભાવશાળી નેરેશન ગણાવી રહ્યા છે. જનતાની નજરે આ નેતાઓને ‘ગદ્દાર’ સાબિત કરાવવા માટે મથી રહેલા વિરોધ પક્ષના નેતા પોતાના ટ્વીટર પર એક પછી એક હુમલા કરી રહ્યા છે.
ધાનાણીએ ટ્વીટર પર લખ્યું કે ‘”‘ગદ્દારો વિરુદ્ધ, ગુજરાતની લડાઈ”‘, “ગાંડો” હશે તોય હાલશે.,પણ “ગદ્દાર” તો નહીં જ.!’ પરેશ ધાનાણીનું આ ટ્વીટ ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવી શકે છે તે તો સમય જ કહેશે પરંતુ હાલ તો માધ્યમોમાં આ ટ્ટીટ જગ્યા મેળવવામાં સફળ થતા નજરે પડી રહ્યા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.