પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપુર ગામે એક દેવી પૂજક જ્ઞાતિના વ્યિક્તનું મોત થતા તેના અંતિમ સંસ્કાર પરિવારે ભર ચોમાસામાં ધોધમાર વરસાદ વચ્ચે તાડપતરીના સહારે કરવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયો છે.
માનવીના અંતિમ વિસામા સમાન સ્મશાનભૂમિપ્રત્યે પણ આેરમાયું વર્તન દાખવવામાં આવતું હોય તેની પ્રતિતિ કરાવતો કિસ્સો જસલપુર ગામે જોવા મળ્યો છે. સ્મશાનનો અભાવ સાથે સાથે મૃતદેહ માટે અિગ્નસંસ્કારમાં વપરાતા લાકડાઆે ખુટી ગયા હોવાથી સગાઆેને લાકડા લેવા માટે દોડધામ પણ કરવી પડી હતી.
દેવીપૂજક સમાજનું કહેવું છે કે, આ સમસ્યાથી તેઆે ઘણા વર્ષોથી પીડાઈ રહ્યાં છે. તેમના દ્વારા તંત્રને સમસ્યાને લઈ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા તેમની રજૂઆતોને આજ દીન સુધી ધ્યાને લેવાઈ નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, બીજી સમાજમાં સ્મશાન છે પરંતુ અમારી સમાજ માટે સ્મશાનના અભાવને કારણે આ રીતે અંતિમક્રિયા કરવામાં આવે છે.
વીડિયોમાં હ્રદય કંપી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ચાલુ વરસાદમાં સગાઆે લાકડાને ટેકે તાડપતરીના સહારે અંતિમવિધિ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર તેમજ તેમની માંગ પૂરી થાય તેવી આશા દેવીપૂજક સમાજના લોકો કરી રહ્યા છે. ત્યારે હવે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે અને કોણ કરશે તે જોવું રહ્યું કે પછી આજ રીતે લોકો ભેદભાવનો શિકાર થતા રહેશે અને આમ જ જાહેર જગ્યામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બની રહેશે.
આ અંગે જસલપુર સરપંચ લાલજીભાઈએ જણાવ્યું હતું કે, દેવી પૂજક સમાજના એક વ્યિક્તનો વરસતા વરસાદમાં લાકડાના સહારે તાંડપત્રી પકડીને ખુલ્લામાં અિગ્ન દાહ કરતો વીડિયો અમને કાલે મળ્યો હતો પરંતુ આજ સુધી અમને લેખીત કે મૌખિક કોઈ અરજી કરેલી નથી. દેવીપૂજક સમાજને પોતાનો સ્મશાનગૃહ છે અને ગ્રામ પંચાયત દ્વારા દેવીપુજકના સ્મશાન ગૃહ સુધી પાકો રોડ પણ બનાવી આપવામાં આવેલ છે, છતાં પણ સરકારી યોજનામાં અિગ્નસંસ્કાર કરવા માટે સઘડી અને શેડ અંગે કોઇ યોજના હશે તો ગ્રામ પંચાયત દ્વારા પૂરો પ્રયત્ન કરીને દેવીપુજક સમાજના સ્મશાનગૃહ માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.