સિનિયર સિટીઝન કાઉિન્સલ ની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ પટેલ શંકરલાલ ના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી.
સભાની શુભ શરૂઆત નૈલેશ પરીખ દ્વારા પ્રાર્થના કરી કરવામાં આવી હતી અને કોરોના કાળમાં સિનિયર સિટિઝન કાઉિન્સલનાં જે સભ્યો મૃત્યુ પામ્યા છે તેઆેને શ્રદ્ઘાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી અને વર્ષ ર૦ર૦-ર૧, ના આવક-જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા વર્ષ ર૦ર૦-ર૧ ના ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્યો દ્વારા થયેલા ઠરાવને વાંચી સર્વ સભ્યોએ બહાલી આપી હતી.
સભાના મુખ્ય મહેમાન તરીકે આશિષભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા અને તેઆેના તરફથી સંસ્થાને પ૦૦૦ રૂપિયા ની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થા દ્વારા તેઆેનું શાલ આેઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આ સભાના ભોજન ના દાતા મેનાબેન પટેલ પરિવાર તરફથી સભ્યોને જમાડવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા મેનાબેન નું પણ શાલ આેઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અને જે સભ્યોના જન્મદિવસ હતા તેઆેને સાકર આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સંસ્થાના નવીન બનેલા સભ્યોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી દિવસમાં વડીલ વંદના કાર્યક્રમ ની ચર્ચા તથા કમિટીની રચના પણ કરવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન આત્મારામભાઈ નાઈ તથા મંત્રી રમણલાલપટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ મોહનભાઈ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ મોહનભાઈ કે પટેલ દ્વારા કરવામાં આવી હતી અને છેલેસમૂહ રાષ્ટ્રગીત ગાન કરી ભોજન લઇ સર્વ સભ્યો છુટા પડયા હતા.