ચાણસ્મા શહેર ખાતે આવેલ શિશુ બાળમંદિર માં પાંચ વાગ્યાના સુમારે ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં પાટણ જિલ્લાના પ્રભારી નૌકા બેન પ્રજાપતિ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર પાટણ જિલ્લા ભાજપ ના પ્રમુખ દશરથજી ઠાકોર ચાણસ્મા શહેર પ્રમુખ રાજુભાઇ પટેલ ચાણસ્મા શહેર મંત્રી અશ્વીનભાઈ પટેલ કિરણભાઈ ઠાકોર તથા પસાભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા કોપોરેટરો ચાણસ્મા ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દશરથજી ઠાકોરે જણાવ્યું હતું

ગુજરાતની અંદર હાલમાં ભાજપ ની ઉપસ્થિતિ સારી છે ભાજપ સરકારે લોકોને દિવાળી સુધી અનાજ આપવાનું નક્કી કયું છે કોરોના કાળમાં રસીકરણને પ્રાધ્યાન આપ્યું છે દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે અમારી ભાજપ સરકારે કોરોનાના સમયમાં લોકોને ઓકિ્સજન પૂરો પાડ્યો છે દવાઓ પૂરી પાડી છે અને ઘણી જિંદગીઓ બચાવી છે ચાણસ્મા નગરપાલિકાના પક્ષના નેતા અશોકભાઈ પટેલ ને આ સમયે યાદ કરવામાં આવ્યા હતા અને અમને કોરોના થયો હતો અને ત્યારબાદ ફંગસ થયું હતું અને એમનું અવસાન થયું હતું એમના માનમાં બે મીનીટ નું મૌન પાળવામાં આવ્યું હતું.

તમામ સંચાલન નવીનભાઈ શંકરદાસ પટેલે કયું હતુંસુંદર વ્યવસ્થા ચાણસ્મા શહેર પ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને એવો સંકલપ કરવામાં આવ્યું હતું કે આવતી ર૦રર ની ચૂંટણીમાં ચાણસ્મા શહેરમાં ભાજપનો ભગવો લહેરાઈ એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ચાણસ્માના વોર્ડ દીઠ ટીમ બનાવીને લોકોની માંગણીઓને પૂરી કરવા કાર્ય કરવું અને એ લોકોને સહાયરૂપ બનવા આહવાન કયું હતું.

તો ચાણસ્મા ખાતે ભાજપની પ્રથમ કારોબારી બેઠકમાં સોશીયલ ડિસ્ટન્સના અભાવની સાથે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો માસ્ક વગર જ જોવા મળતાં ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા દૃશ્યો પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024