પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે સમગ્ર તાલુકાની જનતા આધાર કાર્ડ માટે મામલતદાર ઓફિસ ખાતે આવતી હોય છે ત્યારે મામલતદાર ઓફિસમાં ઓપરેટરને કોઈ કારણોસર છુટા કરેલ હોય ચાણસ્માના બેન્ક ઓફ ઇન્ડીયા તેમજ પોસ્ટ ઓફિસ ખાતે કામગીરી આપવામાં આવેલ છે ત્યારે માત્ર ર૦ કુપન આપવામાં આવે છે જેથી ગામડાઓમાંથી આવતી પ્રજા પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ અત્યારે કોઈપણ સરકારી કામકાજમાં આધાર કાર્ડ મહત્વનું ગણાય છે ત્યારે મામલતદાર ઓફિસમાં કામકાજ બંધ રહેતા પોસ્ટ ઓફિસ સહિત અન્ય જગ્યાએ જે તે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં માત્ર ર૦ અરજદારોને જ કાર્ડ કાઢી આપવામાં આવતા અન્ય અરજદારોને રઝળપાટ કરવી પડી રહી છે.

તેના અનુસંધાને ગામડામાંથી આવતી પ્રજા પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે તેમજ અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીમાં પણ સરકારની ગાઈડલાઈનના લીરેલીરા ઊડી રહ્યા છે ત્યારે કોઈ પણ સરકારી ગાઈડનું પાલન થતું નથી તેવું કેમેરામાં કેદ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024