યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (UIDAI)એક કોમ્પિટીશન શરૂ કર્યું છે. જેમાં તમે ઘરે બેઠા 30 હજાર રુપિયા સુધી જીતી શકો છો. તો રુપિયા જીતવા માટે તમારે શું કરવું પડશે. 18 જૂનથી શરૂ થયેલી આ પ્રતિયોગીતા માટે લોકોએ આધાર સાથે જોડાયેલી 15 સેવાઓમાંથી કોઇપણ એક અંગે 30 સેકન્ડથી લઇને 2 મિનિટ સુધીનો એક વીડિયો તૈયાર કરવાનો રહેશે. આ વીડિયો બનાવીને તેને યુટ્યુબ, ગૂગલ ડ્રાઈવ કે ઓનલાઇન ફાઇલ શેયરીંગ સાઇટ પર જઇને આને અપલોડ કરવાનો રહેશે.

આ વીડિયો પોસ્ટ કર્યા પછી તેની લિંક તમારે ઇમેઇલ પર મોકલવાની રહેશે. આ ઇમેઇલ તમારે media.division@uidai.net.in આઈડી પર મોકલવાની રહેશે. આની સાથે તમારે તમારો આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ પ્રમાણે સરનામું, મોબાઈલ નંબર મોકલવાનો રહેશે. સાથે જ એ વાત જણાવવાની રહેશે કે તમારૂં બેંક ખાતુ આધાર સાથે લિંક છે કે નહીં.
ફૂલ એચડી કે હાઇ રેસોલ્યુએશનમાં બનેલા આ વીડિયોને ફોરમેટ MP4, HVI, FLV, WMV, MPEG કે MOVમાં હોવું જોઇએ. 1920x1080pxનાં વીડિયોને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ વીડિયોને હિંદી કે અંગ્રેજી ભાષામાં તૈયાર કરી શકો છો.

UIDAI તરફથી ખાસ કહેવામાં આવ્યું છે કે આ UIDAIનાં સોશિયલ મીડિયાનાં પેજ પર શેર કરવાનો નથી. કોઇ અન્યનો કોપી કરેલો વીડિયો પણ મોકલવાનો નથી. વીડિયો બનાવતી વખતે ધ્યાન રાખો કે આધાર નંબર બ્લર કરી દે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.