Examination

Examination

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષા પદ્ધતિ (Examination) માં પણ મોટાપાયે ફેરફાર કરાયો છે.

ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.

આ તમામ ફેરફાર અંગેની જાણ રાજ્યના શિક્ષણાધિકારીઓને કરવામાં આવી છે. આ વિગતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ મુકવામાં આવી છે. વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024