Chennai Super Kings

પ્રશંસકોને IPL 2020 ની પહેલી જ મેચમાં ખૂબ જ રોમાંચક ક્રિકેટ જોવા મળ્યું. શનિવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે (Chennai Super Kings) મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવી દીધું. મુંબઈએ પહેલા બેટિંગ કરતાં 9 વિકેટ પર 162 રન કર્યા. તો ચેન્નઈએ ટાર્ગેટ 4 બોલ પહેલા 5 વિકેટ ગુમાવીને પાર કરી દીધો.

તેમજ ચેન્નઈ સુપરકિંગ્સે (Chennai Super Kings) સતત પાંચ મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ પર જીત મેળવી છે. આ મેચમાં એક સમય એવો હતો જ્યારે મુંબઈને ફેવરિટ માનવામાં આવી રહી હતી, પરંતુ હવે ચેન્નઈએ જીત મેળવી લીધી છે.

મુંબઈની હાર અને ચેન્નઈની જીતેમાં ધોનીને કેપ્ટન્સીએ ખૂબ મોટી ભૂમિકા નિભાવી. સૌથી પહેલા ધોનીને કિસ્મતનો સાથ મળ્યો અને તેણે ટોસ જીત્યો. ઇરફાન પઠાણ કોમેન્રીં દરમિયાન ધોનીની કેપ્ટન્સીના વખાણ કરતો જોવા મળ્યો. ધોનીની ફીલ્ડ સેટિંગના કારણે મુંબઈએ રોહિત શર્મા અને ડીકોકની વિકેટ ગુમાવી.

ચેન્નઈએ (Chennai Super Kings) મુંબઈની વિરુદ્ધ એક પણ કેચ છોડ્યો નહોતો. તથા ચેન્નઈ સુપરકિંગ્સની જીતનું સૌથી મોટું કારણ તેની ગજબની ફિલ્ડીંગ કહી શકાય. ચેન્નઈનો દરેક ખેલાડી મેદાન પર ચારે તરફ ઉત્કૃષ્ટ ફિલ્ડિંગનું પ્રદર્શન કરતા રહ્યા.

ચેન્નઈના ફાસ્ટ બોલરોએ પિચનો અભ્યાસ કરીને પોતાની બોલિંગમાં મિશ્રણ શરૂ કરી દીધું. દીપક ચાહર, લુંગી એન્ગિડી અને સૈમ કર્રને સ્લોબર બોલનો ઉપયોગ કરી મુંબઈના બેટ્સમેનોને બાંધી રાખ્યા અને દબાણમાં તેઓ પોતાની વિકેટ પણ ગુમાવી બેઠા.

તેમજ ચેન્નઈની જીતમાં અંબાતિ રાયડૂ અને ફાફ ડુપ્લેસીની ઘણું મોટું યોગદાન રહ્યું. આ બંને બેટ્સમેનોએ ત્રીજી વિકેટ માટે 114 રનની વિશાળ પાર્ટનરશીપ કરી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024